મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં રહેતા ગેરેજ સંચાલક ફરિયાદી નવીનભાઈ વિનોદભાઈ મકવાણાની ભત્રીજીને આરોપી ધવલ ગૌતમભાઈ અને ગૌતમભાઈ પરમાર હેરાન કરતા હોવાથી ભત્રીજીને હેરાન નહિ કરવાનું કહેતા રોષે ભરાયેલ આરોપીઓએ ફોન પર ધમકી આપી કુહાડી બતાવી માર મારવાની ધમકી આપતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.