રોડ પરના ગાબડાની યોગ્ય મરમત્ત કરવા સામાજિક કાર્યકરે ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબીના છેવાડાના વિસ્તાર શનાળા બાયપાસ પાસે આવેલ ગોકુળનગરના મેઈન રોડ ઉપર ફૂટ-ફૂટના ગાબડા પડી ગયા છે. જેથી, વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આથી, આ વિસ્તારના સામાજિક કાર્યકરે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી વહેલી તકે રોડ પરના ગાબડાની યોગ્ય મરમત્ત કરવાની માંગ ઉઠાવી છે. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ.લાયન્સનગરમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, વોર્ડ નંબર 11માં શનાળા બાયપાસ પાસે આવેલ ગોકુળનગર તથા લાયન્સનગરના મેઈન રોડ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે. વરસાદને કારણે માટી નરમ થઈને બેસી જતા આ મોટા ભુવા પડ્યા છે. જ્યારે હાલ વરસાદમાં મેઈન રોડ પર પડેલા ગાબડા ઉપર પાણી ભરાયેલું હોવાથી દૂરથી ખાડા ન દેખાતા વાહનચાલકો આ ખાડામાં પડે છે અને નાની-મોટી ઇજા પણ પહોંચે છે.તેથી આ મેઈન રોડ ઉપર પડેલા ગાબડા જોખમી બની ગયા હોય ગમે ત્યારે અકસ્માત થવાનો ખતરો હોવાથી વહેલી તકે ખાડાનું યોગ્ય રીતે બુરાણ કરવાની માંગ ઉઠાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..