પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા અને સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે ભાજપમાં પ્રવેશ કર્યોહળવદ : આજ રોજ હળવદ તાલુકાના ખોડ ગામના વતની અને બે ટર્મ તાલુકા પંચાયતના સભ્ય, પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત હળવદ, હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 25 વર્ષ સુધી ખોડ ગ્રામ પંચાયતમાં સરપંચ જેમાં 2 ટર્મ બિનહરીફ સરપંચ તરીકે પોતાની અવિરત સેવા આપી અને રણકાંઠા અને છેવાડાના લોકોની વચ્ચે રહી સતત કામ કરતા જટુભા ઝાલાએ પોતાના વિસ્તારમાં વધુ સારી રીતે વિકાસના કાર્યો અને લોકોના કામ કરી શકાય તેવા શુભ આશયથી આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે.આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, રણછોડભાઈ દલવાડી, પરસોતમભાઈ સાબરિયા, રજનીભાઈ સંઘાણી, ભરતભાઈ દલવાડી સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓના હસ્તે જટુભા ઝાલાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.