ઉમેદવાર પસંદગીમાં અવગણના અને કેટલાક આગેવાનોની જાતિવાદી માનસિકતાનો આક્ષેપ કરી ઈસુદાન ગઢવીને રાજીનામું સોંપ્યુંમોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ જયરાજસિંહ (કાનભા) જાડેજા અને તેમની સાથે જોડાયેલા 50 સક્રિય કાર્યકર્તાઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામું આપી દીધું છે. આ તમામ કાર્યકરોએ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.રાજીનામા પત્રમાં જણાવાયું છે કે, આ કાર્યકર્તાઓએ પોતાના વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને પક્ષને મજબૂત કરવા તન, મન અને ધનથી ખૂબ મહેનત કરી હતી. પરંતુ, અત્યારે પક્ષના કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા આગેવાનો દ્વારા લેવામાં આવેલા નિર્ણયો તેમને અયોગ્ય લાગી રહ્યા છે. વર્ષોથી સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરવા છતાં, ઉમેદવારની પસંદગીમાં તેમની સાથે કોઈ ચર્ચા-વિચારણા કર્યા વિના પક્ષે તેમની અવગણના કરી હોવાનો રોષ તેમણે વ્યક્ત કર્યો છે, જેનું તેમને ઊંડું દુઃખ છે.જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યારે પક્ષમાં પાયાના કાર્યકર્તાઓ અને આખી ટીમની અવગણના થતી હોય, ત્યારે પક્ષમાં ચાલુ રહેવું તેમના આત્મસન્માન વિરુદ્ધ છે. જ્યાં કાર્યકર્તાના આત્મસન્માનની જાળવણી ન થતી હોય ત્યાં કામ કરવું તેમને યોગ્ય નથી લાગતું, તેથી તેમણે પક્ષ સાથેનો છેડો ફાડ્યો છે. આ રાજીનામા સાથે ધૂળકોટ, સૂરવદર, નવા દેવળીયા, ઘનશ્યામપુર, ઇસનપુર, કોયબા, મંગળપુર અને દિઘડીયા સહિતના ગામોના 51 જેટલા કાર્યકર્તાઓએ પણ સ્વેચ્છાએ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.#Morbi #MorbiUpdate #AAPGujarat #Resignation #KisanMorcha #AamAadmiParty #MorbiNews #GujaratPolitics