પાલિકા દ્વારા ગત વર્ષની જેમ આયોજન ન થતા ભુગર્ભ વિભાગના કર્મચારીઓએ પોતાની કચેરીમાં ગણપતિ દાદાની સ્થાપના કરીમોરબી અપડેટની : ગત વર્ષે મોરબી મહાનગરપાલિકા દ્વારા કચેરીના પટાંગણમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ વખતે મહાનગરપાલિકા દ્વારા આવું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. પરંતુ ભુગર્ભ વિભાગ દ્વારા તેમની કચેરીમાં ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.ભુગર્ભ વિભાગના કર્મચારીઓ દ્વારા કચેરીમાં દરરોજ સવાર-સાંજ આરતી કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરવામાં આવે છે. આ આરતીમાં દરરોજ જુદા-જુદા ચેરમેનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહે છે. ભુગર્ભ વિભાગના ચેરમેન નવનીત કુંડારિયા સહિતના લોકોએ આરતી કરી ગણપતિ દાદાની આરાધના કરી હતી. ભુગર્ભ વિભાગના કર્મચારીઓ દ્વારા દરરોજ શ્રદ્ધાભેર દાદાની પૂજા અને આરતી કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiNagarPalika #GanpatiMahotsav #GaneshUtsav #MorbiCity #GujaratNews