વાંકાનેર : ગાંગીયાવદર પ્રા. શાળામાં 2007થી ફરજ બજાવતા શિક્ષક વસંતભાઈ ચૌહાણની જિલ્લા ફેર બદલીમાં પોતાના વતન ખેડા જિલ્લામાં બદલી થતા આજે ગાંગીયાવદર ગામના આગેવાનો તથા ગામ લોકો દ્વારા વિદાય કાર્યક્રમ અંતર્ગત ગામમાં ઢોલ સાથે ઘોડા ઉપર વરઘોડો કાઢવામાં આવ્યો હતો.જેમાં શાળાના બાળકો, શિક્ષકો, ગામના સરપંચ, ઉપસરપંચ સહિત સામાજિક આગેવાનો, ગામના લોકો તથા મહિલાઓ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં. ગામમાં પહેલીવાર આવો વિદાય કાર્યક્રમ રાખેલ હતો. જેમાં વિદાય લેતા શિક્ષક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. અને ગામના લોકોની પણ આંખો ભીની થય ગયેલ હતી. 17 વર્ષથી એકજ ગામમાં નોકરી કરીને તેમને દરેક જ્ઞાતિના લોકોના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેથી ગામમાં રહેલા દરેક જ્ઞાતિના લોકોની આંખોમાં શિક્ષકની વિદાયથી આંસુ છલકાયા હતા.