મોરબી : મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગૌર વિવાહ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે નિમિતે ભગવાનનો ભવ્ય વરઘોડો પણ નીકળ્યો હતો. જો કે આ ઉત્સવ હોળીના બીજા દિવસથી શરૂ થઈ જાય છે. જે 18 દિવસ સુધી ચાલે છે. જેમાં આજે ભગવાન શિવનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. અને બાદમાં ભગવાન શિવ પાર્વતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા.