સેવાભાવી દાતાઓને આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવા અપીલમોરબી : મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આગામી તારીખ 24/2/2024ના રોજ 8મો સમૂહલગ્ન યોજાનાર છે. જેમાં ભાગ લેવા માંગતી દીકરીઓની નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સેવાભાવી દાતાઓને પણ આ ભગીરથ યજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, લાયન્સ ક્લબ મોરબી સીટી, ચિત્રા હનુમાનજી ધૂન મંડળ, શ્રી રામ યોગ કેન્દ્ર, પી.જી.પટેલ કોલેજ અને સાંઈ મંદિર રણછોડનગર દ્વારા આગમી તારીખ 24-2-2024ના રોજ ગંગાસ્વારૂપ બહેનોની દીકરીઓનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવી રહ્યો છે. છેલ્લા 7 વર્ષમાં 275 દીકરીઓને મોરબી શહેરના ઉદારદીલ દાતાઓ દ્વારા ધામધૂમથી સ્વસુરગૃહે વિદાય આપવામાં આવી છે. દેવકારણભાઈ આદ્રોજા તથા ચંદ્રકાન્તભાઈ દફતરી દ્વારા 13 વર્ષથી મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ કાર્યરત છે. જેમાં વિધવા બહેનોને દર મહિને અનાજ, કપડાં, દવા અને તેના સંતાનોને રાહત દરે અભ્યાસ કરાવવામાં આવે છે.જે દીકરીઓના લગ્ન કરી આપેલ છે તે દીકરી પગભેર થાય તે માટે તેને સીવણના કલાસીસ કરાવી અને સીલાઈ મશીન ફ્રિમાં વિતરણ આપવામાં આવે છે. આ ઉપરાંત આવી દીકરીઓને બ્યુટી પાર્લરનો કોર્ષ કરાવી અને કીટ ફ્રિમાં આપવામાં આવે છે. આગામી 24-2-24ના રોજ શ્રી સાંઈ મંદિર, રણછોડનગર, મોરબી મુકામે 8મો સમૂહ લગનોસત્વ યોજાનાર છે, ત્યારે જે વિધવા બહેનોની દીકરીઓ લાભ લેવા માગતા હોઈ તે આગામી તારીખ 24-01-24 સુધીમાં શ્રી સાઈમંદિર રણછોડનગર, મહંત બાબુભાઇ પાસેથી ફોર્મ મેળવી લેવાના રહેશે. ત્યારબાદ કોઈ નામ લેવામાં નહીં આવે. નામ લખાવવા માટે મહંત બાબુભાઇ (9909215755), ટી.સી.ફુલતરીયા (8849948925), રણછોડભાઈ પટેલ (9825808282)નો સંપર્ક કરવાનો રહેશે. ફોર્મ સાંઈ મંદિરથી લઈ તારીખ 24-01-24 પહેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે પરત કરી જવાના રહશે. મોરબીની સેવાભાવી જનતાને પણ આ ભગીરથ યજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. લગ્નકંકોત્રીમાં ₹1001થી વધુ રકમ આપનારનું નામ દાતાના લિસ્ટમાં અંકિત કરવામાં આવશે. તેમ દેવાકરણભાઈ આદ્રોજા તથા ચંદ્રકાન્ત દફ્તરીની યાદીમાં જણાવાયું છે. (મો.નં.9825223199)