અત્યાર સુધીમાં 150 બહેનો બની આત્મનિર્ભર: સામાન્ય ફી સાથે 2 મહિનાનો કોર્સ ચલાવવામાં આવશેમોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિના સહયોગથી પાવન પાર્ક મેઈન રોડ, નીલકંઠ સોસાયટી મોરબી-2 ખાતે 5 માં બ્યૂટી પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની મહિલાઓ તેમજ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓ આત્મનિર્ભર બને તેવા ઉમદા હેતુથી આ નવું કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યું છે.આ કેન્દ્રમાં વાવડી રોડ પર ભગવતી પાર્ક સોસાયટી ખાતે ચાલતા સિવણ કેન્દ્રના સંચાલિકા હેતલબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બહેનોને પરવડે તેવી સામાન્ય ફી લઈને 2 માસનો બ્યૂટી પાર્લરનો કોર્સ શીખવવામાં આવશે. સુરભી બ્યૂટી પાર્લરના સંચાલિકા લક્ષ્મીબેન દ્વારા આ ગંગા સ્વરૂપ સહાય સમિતિ બ્યૂટી પાર્લરનું સંચાલન કરવામાં આવશે.બ્યૂટી પાર્લરનું દીપ પ્રાગટય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, શારદાબેન આદ્રોજા, ટી. સી. ફુલતરિયા, વિનુભાઈ ભટ્ટ અને બંને કેન્દ્ર સંચાલિકાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના સંચાલિકા જાગૃતિબેન પરમાર, આરતીબેન અને ભાવનાબેને હાજરી આપી હતી.સમિતિ દ્વારા ચાલતા બ્યૂ ટી પાર્લરના માધ્યમથી અત્યાર સુધીમાં 150 બહેનોને આત્મનિર્ભર બનાવવામાં આવી છે. આ નવા કેન્દ્રમાં પણ વધુમાં વધુ બહેનો સ્વનિર્ભર બને, સંચાલિકા લક્ષ્મીબેનની બંને દીકરીઓ સ્વનિર્ભર બને અને અન્ય બહેનોને પણ આત્મનિર્ભર બનાવે તેવી ભાવના સાથે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે તેવુ ગંગા સ્વરૂપ સહાય સમિતિના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiNews #WomenEmpowerment #SelfReliant #GangaSwarupSahaySamiti #BeautyParlor #GujaratNews