વ્યાપારીક સંબંધો કેળવી 5000 કિલો માલ ઉધારમાં મંગાવી પેમેન્ટ ન ચૂકવતા જામનગર પંચકોશી બી ડિવિઝનમાં ગુનો દાખલમોરબી અપડેટ : મોરબીના એક યુવા વેપારી સાથે વ્યાપારીક સંબંધો કેળવી વિશ્વાસમાં લઈ 81 લાખ રૂપિયાનો કોપરનો માલ ઉધારમાં મંગાવી લીધા બાદ પેમેન્ટ ન ચૂકવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં રાજકોટ અને જામનગરના કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના ભક્તિનગર પાસે ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા મીત દેવાભાઈ અવાડીયા નામના વેપારી સાથે રાજકોટની એક્ટીવ એન્ટરપ્રાઈઝના ગોપાલ મનસુખભાઈ પટેલે બ્રાસ લે-વેચનો વ્યાપારીક સંબંધ કેળવ્યો હતો. ત્યારબાદ ગોપાલે મીતની મુલાકાત જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ફેસ 3માં શ્રીજી એન્ટરપ્રાઈઝ નામે વેપાર કરતા પરેશ દેવશીભાઈ ગોહીલ સાથે કરાવી હતી અને ધંધાકીય સંબંધ વિકસાવ્યો હતો. ત્યારબાદ આરોપી પરેશે ટ્રેડ એગ્રીમેન્ટ કરી મીત પાસેથી મીલબેરી પ્રકારના કોપરનો 5 ટન (5000 કિલો) માલ ઉધારમાં મંગાવ્યો હતો. 1371 રૂપિયા પ્રતિ કિલોના ભાવ લેખે કુલ 81,04,000 રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યા બાદ આરોપીઓએ રકમ હડપ કરી જવાના ઈરાદે પેમેન્ટ ચૂકવવાના માત્ર ખાલી વાયદાઓ જ કર્યા હતા.લાંબા સમય સુધી રકમ ન ચૂકવતા ફરિયાદી મીતે પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં આ માલ સગેવગે કરવામાં ગોપાલ પટેલ, પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ, દેવિસિંહ ખેમસિંહ ખરવડ, હાફીસ, ભુપેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મહીપતસિંહ સરવૈયા અને વિનોદકુમાર બાહેદીયા (દરેડ જી.આઈ.ડી.સી. સાવરીયા મેટલ્સ) ની સંડોવણી સામે આવી હતી. હાલ પોલીસે મીતની ફરિયાદના આધારે આ તમામ 8 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.#Morbi #MorbiUpdate #CrimeNews #Fraud #MorbiNews #JamnagarPolice #CopperScam #GujaratNews