19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન વૈદ્યસભા હોલ ખાતે આયુર્વેદ કા રાજાના દર્શન કરી શકાશેમોરબી : મોરબી BAMS એસોસિએશન અને મોરબી વૈદ્યસભા દ્વારા આયુર્વેદ કા રાજા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.મોરબીની વેદાંત હોસ્પિટલવાળી શેરીમાં આવેલા મોરબી વૈદ્યસભા હોલ ખાતે ગણપતિ સ્થાપન કરવામાં આવશે. તારીખ 19 સપ્ટેમ્બરને મંગળવારના રોજ બપોરે 2-30 કલાકે મોરબી BAMS એસોસિએશન અને મોરબી વૈદ્યસભા દ્વારા આયુર્વેદ કા રાજા ગણપતિનું સ્થાપન કરાશે. નિયમિત સવારે 8-30 કલાકે અને સાંજે 9-30 કલાકે આરતી કરવામાં આવશે. દર્શનાર્થે દરરોજ સાંજે 8-30 થી રાત્રે 10-30 કલાકે સુધી દર્શનનો લાભ લઈ શકશે. તારીખ 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 8-30 થી 10-30 દરમિયાન વિસર્જન કરવામાં આવશે. તો ગણેશ મહોત્સવમાં પધારવા સર્વેને મોરબી BAMS એસોસિએશન અને મોરબી વૈદ્યસભા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.