વરસાદના વિઘ્ન વચ્ચે ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિઘ્નહર્તાનું સ્થાપનઠેર ઠેર ઉભા કરવામાં આવેલા પંડાલોમા દુંદાળાદેવની વાજતે ગાજતે સ્થાપન વિધિ કરાઈ, દસ દિવસ સુધી પૂજા, અર્ચના અને મહાઆરતીથી પંડાલો ધમધમશેમોરબી : મોરબીમાં ગણેશ મહોત્સવના આજથી શ્રી ગણેશ થયા છે. શહેરમાં વરસાદના વિઘ્ન વચ્ચે ઠેર ઠેર ઉભા કરવામાં આવેલ પંડાલોમા આજે ભાવભેર ભગવાન ગણેશની સ્થાપન વિધિ કરવામાં આવી છે. આ તકે તમામ પંડાલોમાં ભાવિકો મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને દસ દિવસ પંડાલોમા દુંદાળાદેવનું પૂજન, અર્ચન, મહાઆરતી અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.મોરબીના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ તમામ વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમા ગણપતિ બાપા મોરિયાના જય ઘોષ અને વાજતે ગાજતે દુંદાળાદેવની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. દસ દિવસ સુધી સવાર સાંજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન અને મહાઆરતી તેમજ રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજી આરાધના કરવામાં આવશે. જો કે આજે વરસાદના વિઘ્ન વચ્ચે પણ તમામ જગ્યાએ વિઘ્નહર્તાનું ભક્તિભાવથી સ્થાપન કરવામાં આવ્યું છે.શહેરમાં રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે, કાયાજી પ્લોટ , કાલિકા પ્લોટ, શનાળા રોડ, મહેન્દ્રપરા, માધાપર, લખધીરવાસ, ગ્રીનચોક, દરબારગઢ, રોટરીનગર, રીલીફનગર, વર્ધમાનનગર, વિદ્યુતનગર, સો ઓરડીમાં ગોકુળ કા રાજા, મહેન્દ્રનગર ગામે ભવ્ય પંડાલ નાખીને ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લીલાપર રોડ પર હનુમાન મિત્ર મંડળ મોરબીના ઘૂંટુ ગામે ગણેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પટેલ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ અને મોરબીના લખધીરવાસ ખાતે મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી નિમિત્તે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને લોકો આજથી ગણેશમય બની ગયા છે.