કેસરિયા રોડ–લખતર સેક્શનમાં અંડર બ્રિજની કામગીરીને પગલે ટ્રેન રિ-શેડ્યૂલ કરાઈરાજકોટ: રાજકોટ ડિવિઝનના કેસરિયા રોડ–લખતર રેલ સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 24 પર આવેલા રેલ અંડર બ્રિજ (RUB) ના ગર્ડર ડી-લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મુસાફરોની સુવિધા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવનારા આ ટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાંધીનગર–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્રભાવિત થશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ કામગીરીને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે ટ્રેન સેવાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.• ટ્રેનનો નવો સમય24 મે 2026 ના રોજ દોડનારી ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને રિ-શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય સવારે 10:20 વાગ્યાના બદલે 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે બપોરે 12:00 વાગ્યે રવાના થશે.રેલ પ્રશાસન દ્વારા મુસાફરોને આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે અને મુસાફરોને પડેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે. મુસાફરો આ અંગેની વધુ અને અદ્યતન માહિતી IRCTC ની સત્તાવાર વેબસાઇટ તેમજ NTES એપ પરથી મેળવી શકાશે.#MorbiUpdate #RailwayUpdate #TrainInquiry #IntercityExpress #RajkotDivision #RailwayBlock #TravelAlert