PSI બી.ડી.પરમારે ફેરીયાઓ અને વેપારીઓ માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવા આપી સુચના ટંકારા : કોરોના વાઈરસના વધતા સંક્રમણના લીધે ટંકારા પોલીસના ફોજદાર PSI બી. ડી. પરમારની અધ્યક્ષતામાં જમાદાર બલોચભાઈ પ્રફુલ્લભાઈ પરમાર, કોન્સ્ટેબલ બિપીન પટેલ સહિતના આજે ટંકારા શહેરની મેઈન બજારમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન માટે ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે જાણી જોઈને માસ્ક ન પહેરનારને દંડ ફટકાર્યો હતો. તેમજ ફેરિયાઓ, રેકડીધારકો અને ગરીબ લોકો માટે ગાંધીગીરી અપનાવી માસ્કનું વિતરણ કર્યું હતું અને સરકારની ગાઇડલાઇન વિશે વાકેફ કર્યા હતા.