મોરબી : મોરબીની સબ જેલમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સબ જેલના અધિક્ષક ડી. એમ. ગોહેલ, ઈ. ચા. જેલર પી. એમ. ચાવડા સાથે સહકર્મચારીઓ તેમજ જેલમાં રહેવા બંદીવાનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીજીની પ્રતિમા પર સુતરની આટી પહેરાવી વંદન કરવામાં આવ્યું તેમજ જેલના અધિક્ષક ડી. એમ. ગોહેલ દ્વારા ગાંધીબાપુના જીવન અંગેના સુવિચાર વ્યક્ત કરી જેલમાં રહેલા કેદીઓને પશ્ચાતાપ કરી સુધારાત્મક વલણ અપનાવી જેલ મુક્ત થયા પછી પોતાના પરિવાર અને સમાજમાં જઈ નવું જીવન જીવવાનો બોધપાઠ આપવામાં આવ્યો હતો.