મોરબી : આવતીકાલથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબીના સ્વસ્તિક ગ્રુપ દ્વારા પારેખ શેરી ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 19 સપ્ટેમ્બરના રોજ સવારે 10-30 કલાકે મંદિર ચોકથી ગજાનન ધામ સુધી શોભાયાત્રા યોજાશે અને પારેખ શેરી ખાતે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવશે. સાંજે 8 કલાકે આરતી કરવામાં આવશે. વિસર્જન 28 તારીખે બપોરે 1 કલાકે કરવામાં આવશે. તો ગણપતિ મહોત્સવમાં પધારવા સર્વેને સ્વસ્તિગ ગ્રુપ (પારેખ શેરી) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.