મોરબી : આજથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે પણ ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.જય માતાજી સેવા ગ્રુપ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિજીનું સ્થાપન આજ રોજ 19 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે અને રાત્રે 9 વાગ્યે રાસ-ગરબા અને સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું છે. જ્યારે 28 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન કરવામાં આવશે.