મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે લાલપર ગામની સીમમાં દરોડો પાડી તાજ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા જયંતીભાઇ કેહરભાઇ મકવાણા, અશ્વીનભાઇ જેઠાભાઇ સોલંકી અને જગદીશભાઇ ઘનશ્યામભાઇ પાટડીયાને રોકડા રૂપિયા 9350 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.