મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામથી બગસરા જવાના રસ્તે પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અનવર અબ્દુલભાઇ લાધાણી ઉ.45 નામના શખ્સને વરલીના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 190 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.