જુગારના અખાડામાંથી 47,990ની રોકડ રકમ અને 58,500ના મોબાઈલ મળી પોલીસે 1,06,490નો મુદ્દામાલ કબ્જે કર્યોમોરબી : મોરબી શહેર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ દિવસે પણ પોલીસે શ્રાવણીયા જુગાર પર ધોસ ચાલુ રાખી અલગ - અલગ સ્થળોએ દરોડા પડયા હતા જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મહેન્દ્રપરા વિસ્તારમાં ઢોરની ગમાણમાં ધમધમતા જુગારના અખાડા પર દરોડો પાડી આઠ જુગારીઓને રૂ.47,990ની રોકડ સહિત કુલ રૂ.1,06,490ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબો સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નંબર ૧૦ અને ૧૧ વચ્ચે આવેલ આરોપી ભાલુભાઈ રતાભાઈ ખીટના કબજા ભોગવટા વાળા ઢોરના વાડા એટલે કે, ગમાણમાં જુગાર રમવાની સુવિધા પૂરી પાડી જુગારનો અખાડો ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો પડતા અહીં જુગાર રમી રહેલા આરોપી (૧) પરેશભાઇ મનહરલાલ પાટડીયા રહે. મહેન્દ્રપરા, વાવડી રોડ, મોરબી (૨) વિપુલભાઇ ખેંગારભાઇ ખીંટ રહે. ભગવતી પરા,વાવડી રોડ, મોરબી (૩) રમેશભાઇ દેવાભાઇ લામકા જાતે ભરવાડ રહે. ભગવતી પરા, વાવડી રોડ, મોરબી (૪) નિતીનભાઇ નાગજીભાઇ બજાણીયા રહે. જનકનગર, પટેલ વાડી સામે, વાવડી રોડ, મોરબી (૫) ભાલુભાઇ રતાભાઇ ખીટ રહે. મહેન્દ્રપરા, મોરબી (૬) કાનજીભાઇ રામજીભાઇ પરમાર રહે. ગોકુલનગર, સનાળા બાયપાસ રોડ, મોરબી (૭) રવીભાઇ દેવાભાઇ રાઠોડ રહે. ભગવતી પરા, મોરબી અને આરોપી (૮) આર્યનભાઇ ભાલુભાઇ ખીટ રહે. મહેન્દ્રપરા, મોરબી વાળાઓ રોકડા રૂપિયા ૪૭,૯૯૦ તથા મોબાઇલ નંગ ૦૭ કિંમત રૂપિયા ૫૮,૫૦૦ મળી કુલ રૂ.૧,૦૬,૪૯૦ના મુદ્દામાલ સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૪-૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.