તાલુકા પોલીસે 75,300 રોકડા કબ્જે કર્યામોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી છ આરોપીઓને જુગારની મજા માણતા ઝડપી લઈ રોકડા રૂપિયા 75,300 કબ્જે કરી જુગરધાર મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામે મહેશભાઈ નાનજીભાઈ પરમારના મકાનમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી મહેશભાઈ નાનજીભાઈ પરમાર, દેવજીભાઈ કાંતિભાઈ પરમાર, સલીમભાઈ ઉસ્માનભાઈ સબાવત, અનિલભાઈ દાનભાઈ વસરા, ધીરજભાઈ હિરજીભાઈ ડાભી અને આરોપી અમરસીભાઈ ઉર્ફે રમેશભાઈ મગનભાઈ પરમાર તીનપતિનો જુગાર રમાતા ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 75,300 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.