સ્થાનિક પોલીસની કાર્યવાહી, 10,020 રોકડા કબ્જે કરાયામોરબી : માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેણાંક મકાનમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે સાત આરોપીઓ નાસી ગયા હતા.માળીયા મિયાણા પોલીસને સરવડ ગામે રહેતા આરોપી ગોવિંદભાઇ ભનાભાઈ મૂછડીયા પોતાના રહેણાંકમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા હોવાની બાતમીને આધારે દરોડો પાડતા બનાવ સ્થળેથી મકાન માલિક એવા આરોપી ગોવિંદભાઇ ભનાભાઈ મૂછડીયા, દાઉદભાઇ અસ્માલભાઇ કુકડ, અરવીંદ ઉર્ફે કારૂ નાનજીભાઇ સરડવા રહે.સરવડ વાળાઓ રોકડા રૂપિયા 10,020 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.જ્યારે આરોપી પુનીતભાઇ પ્રભુભાઇ સરડવા, ધનજીભાઇ દેવજીભાઇ સરડવા, કનુભાઇ હરીભાઇ મૂછડીયા, કારૂભાઇ ભગાભાઇ મુછડીયા, અશોકભાઇ રતીભાઇ મોરડીયા, સુલ્તાનભાઇ સુમારભાઇ જેડા અને સુખદેવભાઇ ગજુભાઇ પરમાર નામના આરોપીઓ નાસી જતા પોલીસે તમામને ફરાર જાહેર કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.