સીટી બી ડિવિઝન પોલીસે રહેણાંકમાં છાપો માર્યો : રોકડા રૂ.62,310 કબ્જે મોરબી : મોરબી શહેરના વિશિપરામાં આવેલ રણછોડનગરમાં સાંઇબાબાના મંદિર પાછળ રહેણાંકમાં ધમધમતા જુગારધામ ઉપર સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત 10 જુગારીઓને રોકડા રૂ.62,310ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. મોરબીમાં શ્રાવણી જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે ત્યારે ગઈકાલે સીટી બી ડિવિઝન પોલીસ ટીમે રણછોડનગરમાં સાંઈબાબા મંદિર પાછળ રહેણાંકમાં નીખીલભાઇ રાજેશભાઇ સોલંકી નામનો ઈસમ જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા નીખીલભાઇ રાજેશભાઇ સોલંકી, વિજયભાઇ નાગજીભાઇ રાવા, આવેશભાઇ અબ્બાસભાઇ નોડે, દેવાંગભાઇ જગદીશભાઇ લાંઘણોજા, શાંતીલાલ કેશુભાઇ કિડીયા, સંજયભાઇ દિનેશભાઇ ગજીયા, અજયભાઇ પ્રેમજીભાઇ ઇન્દરીયા, શબ્બીરભાઇ હારૂનભાઇ માણેક, હંસાબેન માધુભાઇ ડાભી અને ગીતાબેન રમેશભાઇ ધરજીયા તિનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 62,310ની રોકડ રકમ જપ્ત કરી તમામ દસેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.