રહેણાંકમા ધમધમતા અંદર-બહાર જુગારના અખાડા પર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : રૂ.6.15 લાખનો મુદ્દામાલ કબ્જેમોરબી : મોરબી શહેરમાં ધુળેટીના દિવસે લોકો રંગે રમી રહ્યા હતા તેવા સમયે સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં આવેલ એક મકાનમાં દરોડો પાડી જુગારના રંગે રમી રહેલા જુગારધામ સંચાલક સહિત 18 આરોપીઓને અંદર - બહારનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.2,15,250 તેમજ આઠ મોટર સાયકલ મળી કુલ રૂપિયા 6,15,250નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કબીર ટેકરી શેરી નંબર -5માં કિશન નરસી અગેચણિયા અને આરોપી મિલન નરસી અગેચણિયા બહારથી માણસો બોલાવી અંદર -બહારનો જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી (1) કિશનભાઇ નરશીભાઇ અગેચણીયા રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.5 (2) મીલનભાઇ નરશીભાઇ અગેચણીયા રહે.મોરબી કબીર ટેકરી શેરી -5 (3) સુનીલભાઇ જગદીશભાઇ સનારીયા, રહે.મોરબી કેનાલરોડ (4) જીગરભાઇ વ્રજલાલ દસાડીયા, ગ્રીનચોક દફતરી શેરી (4) પરાગભાઇ ભાગવતભાઇ પંચાસરા રહે.રાજકોટ કોઠારીયા હુકડો (6)આકાશભાઇ સુરેશભાઇ માંડવીયા, રહે.મોરબી ગ્રીનચોન (6)આકાશભાઇ સુરેશભાઇ માંડવીયા, રહે.મોરબી ગ્રીનચોક પારેખ શેરી (7) દીલીપભાઇ રજનીકાંતભાઇ મહેતા રહે.મોરબી ગ્રીનચોક મોચી શેરી (8) વિશાલભાઇ પ્રફુલભાઇ મહેતા, રહે.મોરબી ગ્રીનનચોક દફતરી શેરી (9) વિશાલભાઇ રાજેશભાઇ રાજદેવ, રહે.ગ્રીન ચોક દફતરી શેરી મોરબી (10) રવીરાજભાઇ દિનેશભાઇ પારેખ, રહે.મોરબી ગ્રીનચોક રામજીયાળી શેરી (11) જીતેન્દ્રભાઇ રમેશભાઇ વાળા, રહે.મોદરબી ગ્રીનચોક દફતરી શેરી (12) અજયભાઇ શામળદાસ કાગડા રહે.મોરબી ગ્રીનચોક કંસારા શેરી (13) કૌશલભાઇ પ્રફુલભાઇ ખીલોશીયા, રહે.મોરબી ગ્રીનચોક પારેખ શેરી (14) કલ્પેશભાઇ જગદીશભાઇ સોલંકી, રહે.ગ્રીનચોક કંસારાશેરી (15) રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા, રહે.મોરબી મહેન્દ્રપરા (16) દેવાંગભાઇ મહેન્દ્રભાઇ મહેતા રહે.મોરબી ગ્રીનચોક કૈસારા શેરી (17) મૌલીકભાઇ વીજયભાઇ રાણપરા, રહે.મોરબી ગ્રીનચોક મોદી શેરી અને (18) ધીમલભાઇ હર્ષદભાઇ ગોસાઇ, રહે.મોરબી ગ્રીનચોક દફતરીશેરી વાળાઓને રોકડા રૂપિયા 2,15,250 સાથે અંદર - બહારનો જુગાર રમતા ઝડપી લઈ આઠ મોટર સાયકલ કિંમત રૂપિયા 4 લાખ સહિત કુલ રૂપિયા 6,15,250નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.