એ ડિવિઝન પોલીસ અને તાલુકા પોલીસે ત્રણ દરોડામાં 17 આરોપીઓને રોકડા રૂપિયા 7.64 લાખ સાથે ઝડપી લીધામોરબી : મોરબી શહેર અને જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમા ખીલી ઉઠી છે ત્યારે પોલીસ પણ બમણાં જોરે જુગારીઓ પર ધોસ બોલાવી રહી છે, ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મુનનગરમાં ફ્લેટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવાની સાથે શનાળા બાયપાસ પર જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો. સાથે જ તાલુકા પોલીસે રંગપર ગામે દરોડો પાડ્યો હતો.કુલ ત્રણ દરોડામાં પોલીસે 17 આરોપીઓને રૂ.7.64 લાખની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે મુનનગર નજીક આવેલ સતનામનગરમાં હરીદર્શન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301મા દરોડો પાડી આરોપી મયુરભાઇ છગનભાઇ કાસુંદ્રા, રહે. ૩૦૧,હરીદર્શન એપાર્ટમેન્ટ, શ્યામ રેસીડન્સી સતનામનગર,મૂનનગર મોરબી, રાજેશભાઇ મગનભાઇ વાછાણી રહે. અવની ચોકડી, નીતીનભાઇ લવજીભાઇ ગામી રહે. ટીંબડી પાટીયા, પાટીદાર ટાઉનશીપ, પંકજભાઇ રમેશભાઇ ગામી, રહે.દેવ હાઇટ્સ,ક્રિષ્ના શાળા વાળી શેરી, રવાપર રોડ, મોરબી, અંતુભાઇ જગદિશભાઇ શર્મા રહે.રાધાપર્ક સોસા. ગોપાલ ડેરી ની બાજુમા વાવડી રોડ, મોરબી, જયદિપભાઇ ઉર્ફે કાનો દામજીભાઇ ભટાસણા, રહે. તુલસીકલ્પ, ઓમ પાર્ક, નાની કેનાલ રોડ મોરબી અને ભરતભાઇ ગોરધનભાઇ સવસાણી રહે. અવની ચોકડી મોરબી વાળાઓને રોકડા રૂપિયા 7,16,000 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ પર લાયન્સનગરમાં જાહેરમાં પતાના ચિત્ર પર પાના ફેંકી જુગાર રમી રહેલા આરોપી સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા રહે.શનાળા બાયપાસ લાયન્સનગર ચારબાઇના મંદીર પાસે, મોરબી, નિમીષભાઇ હરેશભાઇ માવજીયા રહે.વાવડી રોડ, ખોડીયાર સોસાયટી, મોરબી, હરેશભાઇ દીપકભાઇ દેલવાણીયા રહે.લાયન્સનગર ચારબાઇ મંદીર પાસે મોરબી, દીપકભાઇ હનુભાઇ કસકીયા, રહે.લાયન્સનગર ચાર બાઇના મંદીર પાસે મોરબી અને આરોપી સુભાષભાઇ દીલીપભાઇ હળવદીયા રહે. શનાળા રોડ, લાયન્સનગર વાળાને રોકડા રૂપિયા 33,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે રંગપર ગામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી જગદીશભાઈ મોતીભાઇ નૈયા, સાગરભાઈ મોતીભાઈ નૈયા, ગોવિંદભાઇ છેલાભાઈ ગીંગોરા અને સુરેશભાઈ રમેશભાઈ કગથળા રહે.તમામ રંગપર ગામ વાળાઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 14,500 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.