તાલુકા પોલીસ ટીમે રંગપરમાં 10 આરોપીઓ અને લક્ષ્મીનગરમાં ચાર આરોપીઓ ઝડપાયામોરબી : મોરબી તાલુકા પોલીસે શ્રાવણીયા જુગાર પર સતત ધોસ બોલાવવાનું ચાલુ રાખી મંગળવારે બે અલગ અલગ દરોડામાં 14 આરોપીઓને ઝડપી લીધા હતા.જેમાં રંગપર ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 10 આરોપીઓને ઝડપી લઈ અન્ય એક દરોડામાં લક્ષ્મીનગર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર આરોપીઓને તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે રંગપર ગામથી જીવાપર ગામ જવાના રસ્તે આવેલ આરોપી ઘનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલાની ઓરડીમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી (1) ઘનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલા રહે.રંગપર (2) અલ્પેશ બાબુભાઇ કાનાણી રહે.ધર્મજીવન સોસાયટી, વિજયનગર (3) જગદીશભાઈ ચતુરભાઈ બાવરવા રહે.ધર્મગંગા સોસાયટી, મહેન્દ્રનગર, મોરબી (4) મહેશભાઈ અંબારામભાઈ અંબાણી રહે.થોરાળા (5) રાજેશભાઈ કાનજીભાઈ મોટકા રહે.ખાખરેચી તા.માળીયા મિયાણા (6) ભરતભાઈ ચંદુભાઈ લોરીયા રહે.સરદારનગર, કન્યા છાત્રાલય રોડ, મોરબી (7) સુરેશભાઈ દેવજીભાઈ ઝાલરીયા રહે.શિવશક્તિ સોસાયટી, રવાપર રોડ મોરબી (8) કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા રહે.પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર (9) જીજ્ઞેશભાઈ હરજીવનભાઈ કડીવાર રહે.વાઘપર અને આરોપી (10) રમેશભાઈ ધરમશીભાઈ જેઠલોજા રહે.પીપળી તા.મોરબી વાળાઓને રોકડા રૂપિયા 1,22,700 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામે દરોડો પાડી કોળીવાસ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) પ્રકાશભાઈ અમ્બુભાઈ હળવદીયા (2) અરજણભાઈ જેઠાભાઇ રીણીયા (3) અમિતભાઈ બાબુભાઇ રાણેવાડિયા અને આરોપી (4) સાગરભાઈ શામજીભાઈ કોરડીયાને રોકડા રૂપિયા 20,600 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારાની કલમ 12 મુજબ કાર્યવાહી કરી હતી.