રાજેશ સોનાગ્રા નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતો હતો મોરબી : મોરબીના વજેપરમાં રહેણાંકમાં ધમધમતી જુગાર કલબ ઉપર સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 9 જુગારીઓને રોકડા રૂપિયા 1,38,400 સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે, વજેપર શેરી નંબર 21માં આરોપી રાજેશ સોનાગ્રા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી પોતાના રહેણાંકમાં જુગાર કલબ ચલાવે છે. જેને પગલે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલા રાજેશભાઇ મલાભાઇ સોનગ્રા, કેતનભાઇ રમેશભાઇ ચાવડા, અનીલભાઇ મલાભાઇ હડીયલ, અનિલભાઇ રતીલાલભાઇ પરમાર, વિશાલભાઇ લાલજીભાઇ સોનગ્રા, કરનભાઇ હસમુખલાલ સોનગ્રા, પાર્થભાઇ ગોકળભાઇ નકુમ, પ્રેમજીભાઇ ભગવાનજીભાઇ પરમાર અને મનસુખભાઇ દાનાભાઇ પરમાર નામના જુગારી તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 1,38,400 કબ્જે કરી તમામ નવ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.