મોરબી : માળીયા હાઇવે પર ગાળા ગામ નજીક ટોરસનું ટાયર ફાટતા ઇકો કાર સાથે અકસ્માત થતા છ વ્યક્તિને ઇજા પહોચતા મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક આજે સાંજના સુમારે ટોરસ ટ્રકનું ટાયર ફાટતા બેકાબુ બનેલા ટોરસ ટ્રકે ઇકો કારને હડફેટ લીધી હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં મુસાફરી કરી રહેલ સદામ કરીમ જેડા, અબ્બાસ રસુલ મોવર, સલીમ અબ્દુલ મોવર, હલીમાબેન અબ્દુલભાઇ મોવર, હાજરાબેન રસુલભાઈ મોવર, અબ્દુલભાઇ દાઉદભાઈ મોવર રે.બધા સુરજબારીવાળાને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='31597,31598,31599']