કોરોનાની મહામારી વચ્ચે ફેર કટના માધ્યમથી ઘરમાં જ રહેવાનો સંદેશ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ મોરબી : મોરબીના એક ટાબરીયાએ જનજાગૃતિ ફેલાવવા વાળમાં સ્ટેય હોમ સ્ટેય સેફ ચિતરાવ્યું છે. હાલની સ્થિતિની ગંભીરતા સમજીને આ ટાબરિયાએ પોતાની હેર કટના માધ્યમથી લોકોને ઘરમાં જ રહેવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. જે સરાહનીય છે. હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં બચવા માટે ઘરમાં રહેવુ એક માત્ર વિકલ્પ છે. આ અંગે તંત્ર અને સામાજિક સંસ્થાઓ પુરજોશમાં જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. ત્યારે મોરબી શહેરમાં એક ટાબરીયાએ હેર સલૂનમાં જઈને અનોખી હેર કટ કરાવીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તેને પોતાના વાળ ઉપર સ્ટેય હોમ સ્ટેય સેફ ચિતરાવ્યું છે. જો કે આ ટાબરીયાની ઉંમર નાની છે પરંતુ લોકો સુધી સારો સંદેશો પહોચાડવાનો તેનો પ્રયાસ ખૂબ મોટો છે.