૮૦ થી વધુ લોકોના ટોળા દ્વારા મંદિરે આવી જગ્યા પર કબજો જમાવવાનો પ્રયાસ : જેસીબી દ્વારા મંદિરમાં આવેલ મકાન તોડી પડાયું વાંકાનેર : વાંકાનેર શહેરની બાજુમાં ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં આવેલ ભાટિયા સોસાયટીમાં અંદાજિત 30 વર્ષ કરતાં વધુ જૂનું ભૂતનાથ મંદિર આવેલ છે જે જગ્યા સોસાયટીના સાર્વજનિક પ્લોટ પર ગ્રામજનો દ્વારા સ્વયંભૂ ફાળો કરી મંદિર બનાવવામાં આવેલ છે અને સોસાયટીના ભક્તો દ્વારા ત્યાં પૂજન-અર્ચન કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા ગેલો ભરવાડ અને કવો ભરવાડ બંને કેળે રિવોલ્વર બાંધી આ મંદિરની જગ્યા પર કબજો કરવાના ઉદેશથી અલગ-અલગ ગાડીઓમાં અંદાજીત 80 કરતાં વધુ લોકોનું ટોળું મંદિરે આવી પૂજારીને જણાવેલ કે આ જગ્યા અમારા ભરવાડ સમાજની છે તમે લોકો અહીં ગાડી રાખતા નહીં તેમ કહી ભય ફેલાવી જેસીબી તેમજ ટ્રેક્ટર મંગાવી મંદિરના મહંતની કુટીર તેમજ બાજુમાં રહેલ ઓડીઓ તોડી નાખી સામાન ખુલ્લામાં ફેંકી દઈ ખુલ્લોપટ્ટ કરી નાખી આ અમારા સમાજની જગ્યામાં કોઈએ આવવું નહીં તેમ કહી ચાલ્યા ગયેલ. જે અંગે ભુતનાથ મહાદેવ મંદિરના મહંત રમેશગિરી શીવગીરી ગોસ્વામી, ચંદ્રપુરના સરપંચ હરેન્દ્રસિંહ ઝાલા, ઉપસરપંચ નીતિન રાજગોર, સભ્ય મનોહરસિંહ જાડેજા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકે આ લોકો સામે લેખિત ફરિયાદ આપી આવા અસામાજીક તત્વોથી ભક્તોને સુરક્ષિત વાતાવરણ અને ભય દૂર કરાવવાં રજૂઆત કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne