મોરબી: મોરબીના રોહીદાસ પરા શેરી નંબર 5 ખાતે રહેતા સામુંબેન પોપટભાઈ ચૌહાણનું 106 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ સદી કરતાં પણ વધુ લાંબુ આયુષ્ય ભોગવ્યા બાદ દેહત્યાગ કર્યો હતો.સામુંબેન પોપટભાઈ ચૌહાણના નિધન બાદ તેમના પરિવારજનો દ્વારા અનોખી રીતે અંતિમવિદાય આપવામાં આવી હતી. સામુંબેનની અંતિમ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ અંતિમયાત્રામાં બેન્ડ-વાજા વગાડવામાં આવે. પોતાની સ્વજનની આ અંતિમ ઈચ્છાને માન આપીને પરિવારે બેન્ડ-વાજા સાથે અંતિમયાત્રા કાઢી હતી. પરિવાર દ્વારા તેમની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી તેમને ભીની આંખે અને ભાવપૂર્ણ રીતે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અનોખી અંતિમયાત્રાએ આસપાસના લોકોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.#Morbi #MorbiUpdate #Funeral #Respect #Community #Gujarat #106YearsOld