મોરબી : મોરબીમાં આજે રાત્રે હોરીના રસિયા અને ફુલફાગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા વૈષ્ણવોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબીમાં રવાપર રોડ પર પ્રાણનગરમાં નીલકંઠ વિદ્યાલય પાછળ જીતુભાઇ રાજાના નિવાસ સ્થાને આજે મંગળવારે રાત્રે ૯ કલાકે હોરીના રસિયા અને ફુલફાગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રસિયાગાન જુનાગઢવાળા કેતનભાઇ પ્રજાપતિ તથા વૈષ્ણવવૃંદ દ્વારા કરવામાં આવશે. જેમાં ઉપસ્થિત રહેવા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. ૯૬૦૧૭ ૨૨૬૨૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en