મોરબી એસઓજી ટીમે સરા ચોકડી નજીકથી સુરેન્દ્રનગરના શખ્સને દબોચી લીધો હળવદ : હળવદમાંથી મોટી સંખ્યામાં મોબાઇલની ચોરી કરવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે હળવદની સરા ચોકડી નજીકથી ઝડપી લઈ હળવદ પોલીસને હવાલે કર્યો હતો. મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ અને પીએસઆઇ પી.જી.પનારાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ નાસતા ફરતા આરોપી પકડી પાડવા પ્રયત્નશીલ હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયાને બાતમી મળી હતી કે વર્ષ 2021માં હળવદ પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી માલજીભાઇ ઉર્ફે માલો કરમશીભાઇ ઉર્ફે કમશીભાઇ વઢીયારા, રહે. સુરેન્દ્રનગર મુળી રોડ સુધારા પ્લોટ વાળો હાલ હળવદ સરા ચોકડી પાસે છે. જેથી પોલીસે આરોપીને ઝડપી લઈ હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો. આ કામગીરી એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સબળસિંહ સોલંકી, રસિકભાઇ કડિવાર, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા, સતિષભાઇ ગરચર, સંદીપભાઇ માવલા તથા પ્રિયંકાબેન પૈજાએ કરેલ હતી.