મોરબી: માળિયા મીયાણા વિસ્તારમાં આવતા મોટા દહીસરા ગામે બનેલા હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે.હાલ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એ-પાર્ટ ગુ.ર.નં-૦૨૬૫/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૦૯(૧) મુજબના ગુનામાં આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ (ઉ.વ. ૩૭, ધંધો ડ્રાઇવિંગ, રહે. મોટા દહીસરા, તા. માળિયા, જી. મોરબી) ગુનો આચરીને ફરાર થઈ ગયો હતો. આ ફરાર આરોપીને પકડવા માટે માળિયા મીયાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી હતી.આ કામગીરી દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનાનો ફરાર આરોપી મોટા દહીસરાથી નાનભેલા ગામ જવાના રસ્તે આવેલા એક વાળામાં છુપાયેલો છે. આ હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ તે જગ્યાને કોર્ડન કરીને આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી માળિયા મીયાણા પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે. દરબાર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #MorbiPolice #CrimeNews #GujaratPolice #MotaDahisara