પાલિકા, રેવન્યુ, પોલીસ, હોમગાર્ડ સહિતના વિભાગના અધિકારીઓનું સફળતાપૂર્વક કોરોના રસીકરણ કરાયું હળવદ : સમગ્ર મોરબી જિલ્લામાં હાલ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને કોરોના રસી મુકવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયરનું સફળતાપૂર્વક કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે હળવદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફ્રન્ટલાઈન વોરિયરને કોરોના રસી મુકાઈ હતી. આજે પાલિકા રવેન્યુ, પોલીસ, હોમગાર્ડ સહિતના વિભાગના અધિકારીઓનું સફળતાપૂર્વક કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. હળવદની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગઈકાલે કોરોના રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને હળવદની સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને ગઈકાલ સવારથી જ કોરોનાની રસી મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હળવદ તાલુકાના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર ગણાતા નગરપાલિકા, રેવન્યુ,પોલીસ, હોમગાર્ડ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સફળતાપૂર્વક કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. હળવદ પોલીસ મથકના પીએસઆઈ પી. જી. પનારા તથા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનોએ કોરોનાની રસી મુકાવી હતી.