મોરબી : શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસેથી શંકાના આધારે એક શખ્સની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો અને એક જીવતો કારતુસ મળી આવતા મોરબી બી. ડીવી. પોલીસે ટંકારાના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બી.ડીવી.પો. મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં શંકાના આધારે એક શખ્સની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી દેશી બનાવટનો એક દેશી તમંચો કિંમત રૂ. 5000 અને એક બાર બોરનો જીવતો કારતુસ કિંમત રૂ 100 આમ કુલ મળી રૂ 5100ના મુદ્દામાલ મળી આવતા ટંકારાના નસીતપર ગામના હરેશગીરી ઉર્ફે મુન્નો પ્રભાતગીરી ગોસાઈ ઉં.વ. 30ની અટકાયત કરી હથિયાર ક્યાંથી લાવ્યો અને સાથે રાખવાનો હેતુ શું હતો સહિતની તપાસ હાથ ધરી છે. બનાવની તપાસ બી.ડીવી.ના. પો.ઇન્સ. ગઢવી ચલાવી રહ્યા છે.