હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામની નદીમાં અતિભારે વરસાદમાં તણાઈ ગયેલ મૃતકોને સહાય જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખની સહાયના ચેક તેમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યા છે.આ દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ શિહોરા, સાથી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, રવિવારે સાંજે ગામના પાદરમાંથી પસાર થતી કંકાવટી નદી ક્રોસ કરતા સમયે ટ્રેકટર તણાયું હતું. અને તેમાં સવાર સત્તર લોકો તણાયા હતા. જેમાંથી નવ લોકોના જીવ બચી ગયા હતા જ્યારે 8 લાપતા થાય હતા. જેમના મૃતદેહો બાદમાં મળી આવ્યા હતા.