ટંકારા : ટંકારાના વિરવાવ ગામેથી પોલીસે રૂ. 3.59 લાખની કિંમતની વિદેશી દારૂની 1085 બોટલ પકડી પાડી છે. હાલ પોલીસે આ બનાવની નોંધ કરી બોલેરો ચાલક સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસે બાતમીના આધારે વિરવાવ ગામે બોલેરો નંબર જીજે 36 ટી 5875માંથી 1085 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે રૂ. 3,59,100ની કિંમતનો દારૂ અને રૂ. 4,00,000ની કિંમતનો બોલેરો મળી કુલ રૂ. 7,59,100ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે દીશામાં તપાસ હાથ ધરી છે.