મોરબી: મોરબીના દલવાડી સર્કલ થી પંચાસર ચોકડી સુધી રોડની બંને બાજુ ધૂળના થર જામી જતા અકસ્માતનો ભય ઉભો થયો છે. રસ્તાની બંને બાજુ પાંચ ફૂટ જેટલી ધૂળ ચડી ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને આ ધૂળના કારણે કોઈ સાયકલ સવાર કે બાઇક સવાર સ્લીપ થઈ અને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ ધૂળની સફાઈ કરવાની જવાબદારી કોની તે અંગે લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. આ ઉપરાંત આ ધૂળના કારણે આગામી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકી જશે અને વરસાદી પાણી રોડ પર જ ભરાયેલા રહેશે તેથી રોડ તૂટી જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તાત્કાલિક આ ધૂળને દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.