આગામી પાંચ દિવસ 12 થી 14 ડિગ્રી તાપમાન રહેશેમોરબી : મોરબીમાં આગામી પાંચ દિવસ સુધી રાત્રિ દરમિયાન 12-14 ડિગ્રી સેલ્શીયસ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાયણનો પર્વ હોય 14 તારીખથી લઈને 18 તારીખ સુધી પવનની દિશા ઈશા, વાયવ્ય અને ઉત્તર તરફ રહેશે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડીયાના જણાવ્યા પ્રમાણે, 14 થી 18 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન રાત્રિ દરમિયાન 12 થી 14 ડિગ્રી રહેશે. જ્યારે પવનની ઝડપ 4 થી 13 કિલોમીટર કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનની દિશા ઈશાન, વાયવ્ય અને ઉત્તરની રહેશે.