ભાવ વધારો નહીં સ્વીકારવામાં આવે તો 11મી ઓગસ્ટથી તમામ સ્પ્રે ડાયર એકમો બંધ કરી દેવાશે કોલસો, ડીઝલ અને રો-મટીરિયલમાં ભાવ વધતા સ્પ્રે ડાયર એકમો દ્વારા ફરી ભાવ વધારો કરવા નિર્ણય મોરબી : ડીઝલ, કોલસો અને અન્ય રો-મટિરિયલના ભાવમાં સતત થઇ રહેલા ભાવ વધારાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માંથી દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાતા ઉત્પાદકો ના છૂટકે ભાવ વધારો કરવા મજબુર બન્યા છે. તાજેતરમાં વોલ ટાઇલ્સ બોડી ક્લેનું ઉત્પાદન કરતા મોરબી સ્પ્રે ડાયર એકમો દ્વારા વોલ બોડી ક્લેના ભાવમાં રૂપિયા 150 પ્રતિ ટન વધારો કર્યા બાદ આગામી 10 ઓગસ્ટથી પ્રતિ ટનના ભાવમાં વધુ 150 રૂપિયાનો ભાવ વધારો કરવા નક્કી કરવામાં આવ્યું છે. જો આ ભાવ વધારો નહીં સ્વીકારવામાં આવે તો 11મી ઓગસ્ટથી તમામ સ્પ્રે ડાયર એકમો બંધ કરી દેવાશે તેવું પણ જાહેર કરાયું છે. સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં સ્પ્ર્રે ડાયર યુનિટ અભિન્ન અંગ છે અને તમામ પ્રકારની ટાઇલ્સનો બેઇઝ બોડી ક્લે એટલે કે સ્થાનિક ભાષામાં બિસ્કિટ તરીકે ઓળખવામાં આવે છે. સ્પ્રે ડાયર યુનિટમાં વપરાતા કોલસાના ભાવમાં છેલ્લા એક મહિનામાં પ્રતિ ટનના ભાવમાં 700 રૂપિયાથી વધુનો ભાવ વધારો થયો છે. એ જ રીતે ડીઝલના ભાવ વધવાથી અન્ય રો મટીરીયલ પણ મોંઘુ બનતા ગળાકાપ હરીફાઈ વચ્ચે સ્પ્રે ડાયર યુનિટોને રો મટિરિયલના ભાવ વધારા સામે અસ્તિત્વ ટકાવી રાખવા ગત મહિને વોલ બોડી ક્લેના ભાવમાં પ્રતિ ટન 150નો ભાવ વધારો કર્યો હતો. આમ છતાં પડતર કિંમત ઉંચી જતા ગઈકાલે સ્પ્રે ડાયર એસોસીએશનની તાકીદની અગત્યની બેઠક યોજાઈ હતી. સ્પ્રે ડાયર એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પટેલ અને ઉપપ્રમુખ કૌશિકભાઈ ગામીની અધ્યક્ષતામાં રવાપર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ ખાતે મળેલી આ બેઠકમાં સર્વાનુમતે આગામી તા.10 ઓગસ્ટથી વોલ ટાઇલ્સ બોડી ક્લેના ભાવમાં પ્રતિ ટન રૂપિયા 150નો ભાવ વધારો કરવા નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં સ્પ્રે ડાયર એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પટેલ અને ઉપપ્રમુખ કૌશિકભાઈ ગામીએ ગઈકાલની બેઠક બાદ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોલસો,ડીઝલ અને રો મટીરીયલના ભાવમાં થયેલા વધારા બાદ ભાવ વધારો કર્યા સિવાય વિકલ્પ નથી. જેથી, મોરબીના તમામ ઉદ્યોગકારો આ ભાવ વધારો સ્વીકારી સહકાર આપે અન્યથા આગામી 11 ઓગસ્ટથી તમામ 90 સ્પ્રે ડાયર યુનિટ એકમો બંધ કરી દેવામાં આવશે અને સંપૂર્ણપણે ભાવ વધારો સ્વીકારવામાં આવ્યા બાદ જ તમામ યુનિટો ચાલુ કરવામાં આવશે તેવું સર્વાનુમતે સ્પષ્ટપણે જણાવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..