મોરબી : મોરબીમાં નવા ડેલા રોડ ઉપર રહેણાંક મકાનમા તથા કુંભાર શેરીમા આવેલ ખંઢેર મકાનમાં ઈંગ્લીસ દારૂનો રૂ. ૭૨ હજારનો જથ્થો એ ડિવિઝને પકડી પાડ્યો છે. જો કે દારૂ સંગ્રહ કરનાર શખ્સ હાથમાં ન આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે હકિકત મળેલ કે હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા રહે નવા ડેલા રોડ મોરબીવાળો પોતાના રહેણાંક મકાનમા તથા કુંભાર શેરીમા આવેલ ખંઢેર મકાનમાં ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરેછે. જેના આધારે રેઇડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી આવેલ નહી તેમજ તેના રહેણાંક મકાનમાથી તથા ખંઢેર મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૭૨૭૨૦/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, કિશોરદાન ગઢવી, પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, પો.કોન્સ ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, તેજાભાઇ ગરચર તથા હિતેષભાઇ ચાવડા રોકાયેલ હતા.