17એ રામજી મંદિર મહેન્દ્રનગરથી રામધન આશ્રમ સુધી પોથીયાત્રાનું આયોજનમોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે આગામી તારીખ 17 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી સુધી શ્રી રામ કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.રામધન આશ્રમ ખાતે આયોજિત શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ ચારિત્ર્યમા બાળવિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન)ના મધુર અને સુરીલા કંઠથી કથાનું રસપાન કરવામાં આવશે આ જ્ઞાનયજ્ઞ દરમિયાન શિવ વિવાહ, શ્રી રામ પ્રાગટય, રામ સીતા વિવાહ, ભરત મિલાપ, રાંદલ ઉત્સવ, યજ્ઞ, રામેશ્વર સ્થાપન જેવા ધાર્મિક પ્રસંગો ઉજવામાં આવશે.આ પવન પ્રસંગે સંતો, મહંતો, સામાજિક, રાજકીય તેમજ જુદા જુદા ગામના આગેવાનો હાજર રહેશે. આ ધાર્મિક પ્રસંગમાં સહભાગી બનાવ ભવિકજનોને જય માતાજી ગૃરુકૃપા સેવા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે.