રાજકોટ : ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. તેના કારણે રાજકોટ ડિવિઝન મારફતે પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલન પર આગામી 45 દિવસ સુધી અસર પડશે. જેમાં ટ્રેન નંબર 59228/59233 ભાવનગર–સુરેન્દ્રનગર–ભાવનગર પેસેન્જર તા. 12-12-2025 થી 25-1-2026 સુધી કુલ 45 દિવસ માટે રદ્દ રહેશે. તથા ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ તા. 14-12-2025થી 26-1-2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવારે ઓખાને બદલે રાજકોટ સ્ટેશનથી શરૂ થશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટથી ભાવનગર વચ્ચે ચાલશે અને ઓખા–રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.આ ઉપરાંત ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ તા. 13-12-2025 થી 25-1-2026 સુધી અઠવાડિયામાં 4 દિવસ દરેક મંગળવાર, બુધવાર, શનિવાર અને રવિવારે ભાવનગરથી ઉપાડીને રાજકોટ સ્ટેશન સુધી જ ચાલશે. આ રીતે આ ટ્રેન અઠવાડિયામાં 4 દિવસ રાજકોટ–ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.તો રેલવે તંત્ર મુસાફરોએ આ ફેરફારો ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવવી. તેમજ ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ માટે www.enquiry.indianrail.gov.in સાઈટની મુલાકાત લેવી જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.