મોરબી: યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી દ્વારા આગામી સમયમાં પૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલન પૂર્વે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. આર. કે. વારોતરીયાના માર્ગદર્શન હેઠળ, કોલેજે વર્ષ 1960થી અત્યાર સુધીના તમામ પૂર્વ વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી છે.એકત્રિત માહિતી ફોર્મ ભરનાર દરેકને સોશિયલ મીડિયા દ્વારા પૂરી પાડવામાં આવશે, જેથી એલ્યુમની નેટવર્ક મજબૂત બની શકે. જોકે, વિદ્યાર્થીઓની ઈચ્છા મુજબ માહિતી માત્ર કોલેજ પૂરતી જ સીમિત રાખવાનો વિકલ્પ પણ પૂરો પાડવામાં આવ્યો છે. આ પહેલનું સુકાન કોલેજના અધ્યાપકો અને નેવુના દાયકાના પૂર્વ વિદ્યાર્થીઓ પ્રા. કે. આર. દંગી અને પ્રા. જે. એમ. કાથડ સંભાળી રહ્યા છે.કોલેજ તરફથી તમામ પૂર્વ વિદ્યાર્થીઓને તેમની સંસ્થા વિશેના અભિપ્રાયો રજૂ કરવા તેમજ તાત્કાલિક નીચે આપેલ ગૂગલ ફોર્મ ભરવા અને અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ સુધી શેર કરવા માટે જણાવાયું છે. ગૂગલ ફોર્મની લિંક forms.gle/CihJophiX42k4KudA પર માહિતી આપવા અનુરોધ કરાયો છે.