મોરબી : શ્રી જુનાદેવળીયા ઉમા પરિવાર મોરબી દ્વારા 29 ડિસેમ્બરના રોજ રાધે પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન સમારોહ દરમ્યાન સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 68 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જુના દેવળિયા ગામના યુવાનોએ સ્નેહ મિલનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજને અને યુવાનોને પ્રેરણા આપી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ જુના દેવળીયા ઉમા પરિવાર, આયોજકો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.