ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા 5,000 નંગ ચકલી ઘર, 2500 નંગ પાણીના કુંડાનું વિતરણમોરબી: 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ.... આમતેમ ઉડાઉડ કરતી ચકલીઓ દિવસેને દિવસે લુપ્ત થતી જઈ રહી છે ત્યારે, લોક જાગૃતિ માટે હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5,000 નંગ ચકલી ઘર, 2500 નંગ પાણીના કુંડા, 1500 જેટલા ચણના પેકેટ સહિતની વસ્તુઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યુ હતું. છેલ્લા આઠ વર્ષથી આ સેવા કાર્ય દાતાઓના સહયોગથી કરવામાં આવે છે.હળવદના સેવાભાવી ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ચકલી દિવસ નિમિતે વિવિધ કર્યો કરવાંમાં આવે છે જે અંતર્ગત ચકલી ઘરના દાતા અરવિંદ પટેલ તેમજ પીવાના પાણીના કુંડાઓ માટે અલગ અલગ દાતાઓના સહકારથી ચકલી બચાવવા માટે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં રોહિત પ્રજાપતિ, દેવેન્દ્ર પટેલ, અજીતગઢ વારા દ્વારા ચણાનું દાન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ સફળતાપૂર્વક પુર્ણ કરવા માટે દાતાઓ, ગ્રુપના સભ્યો અને મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા. સમાજમાં સદકાર્યો થતા રહે તે માટે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા જાહેર જનતાને સહયોગની અપીલ કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..