મોરબી : મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન આગામી તા. 27 ડિસેમ્બરથી તા. 2 જાન્યુઆરી સુધી રઘુવંશી ધામ, 8-કાયાજી પ્લોટ ખાતે સવારે 9-30થી 12-30 તથા બપોરે 3-30થી 6-30 સુધી કરાવમાં આવેલ છે. જેમાં પોથીયાત્રા શુક્રવારે સવારે 9 કલાકે નીકળશે. ભાગવત કથાના વિવિધ પ્રસંગોનું રસપાન વ્યાસપીઠ સ્થાનેથી કથાકાર નરેશભાઈ રાજ્યગુરુ દ્વારા કરાવવામાં આવશે. કથા સપ્તાહ દરમિયાન તા. 28ના રોજ અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ - વાંકાનેરના લાભાર્થે રાતે 9-30 કલાકે શ્રીનાથજીની ઝાંખી, તા. 29ના રોજ રાતે 9-30 કલાકે અપૂર્વમુનિનું પ્રવચન, તા. 31ના રોજ રાતે 9-30 કલાકે જલારામ બાપાના પરચા જેવા કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કથાનો તથા વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા માટે રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિજનોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.