મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 157 મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે છ કેસ નોંધાયા બાદ શુક્રવારે સવારે એક કેસ મોરબી શહેરની મોચી શેરીમાં રહેતા પરિવારના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે આ યુવાન હળવદમાં રહેતો હોવાથી ત્યાં કંટેન્મેન્ટ ઝોનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના કેસની કેસ સંખ્યા 157 થઈ ગઈ છે. શુક્રવારે નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ મોરબી શહેરના કુબેરનાથ રોડ પર મોચી શેરીમાં, સરવડ ઉતારાની સામે રહેતા પરિવારના યજુવેન્દ્રસિંહ જાડેજા (ઉ.37) નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમનું સેમ્પલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લેવાયું હતું અને અમદાવાદ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. હાલ આ યુવકની તબિયત સારી છે. અને આ યુવાન હાલમાં હળવદ શહેર, સરા રોડ, સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા હોવાથી ત્યાં કન્ટેનમેન્ટ ઝોનની કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/