મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમા પ્રથમ વર્ષના નવા વિધાર્થીઓને આવકારવા માટે કોલેજમા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર તમામ વિધાર્થીઓનુ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ અને સાથે સાથે વિવિધ પ્રકારની રસપ્રદ ગેમ્સનુ આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેમા વિધાર્થીઓએ હોશભેર ભાગ લિધો હતો. કાર્યક્રમની તમામ વ્યવસ્થા કોલેજના સિનિયર વિધાર્થીઓ એ સંભાળી હતી.આ ફ્રેશર્સ પાર્ટી તમામ વિધાર્થીઓએ મનભરીને માણી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર કોલેજ સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..